Video: તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં બેથુપલ્લી તળાવ પર બચાવ કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના: SDRF અને ફાયર વિભાગના ૧૧ કર્મચારીઓ ગુમ થયા

સોર્સ: gstv

તેલંગાણાના ખમ્મમ જિલ્લાના સથુપલ્લી મંડળમાં પાંચ માછીમારો તળાવમાં જાળ બિછાવવા ગયા ત્યારે ભારે વરસાદ અને પાણીના તેજ પ્રવાહમાં ફસાઈ ગયા હતા. આ માછીમારોને સુરક્ષિત બહાર કાઢવા ગયેલી SDRF અને ફાયર વિભાગની બોટ પલટી જવાથી બચાવકર્મીઓ જ પાણીમાં લાપત્તા બન્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ જિલ્લા કલેક્ટરને તાત્કાલિક તમામ જરૂરી પગલાં લઈ ગુમ થયેલા કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવા નિર્દેશ આપ્યો છે. આ સાથે જ મહેસૂલ મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીએ પણ ચિંતા વ્યક્ત કરી સઘન શોધખોળ અભિયાન ઝડપી બનાવવા આદેશ કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત