Video: ચાવડી બજારમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી

સોર્સ: gstv

દિલ્હીના ચાવડી બજાર વિસ્તારમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. અચાનક બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇમારત ધરાશાયી થવાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કાટમાળમાં કોઈ ફસાયું છે કે કેમ તે જાણવા માટે રેસ્ક્યૂ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત