Video: લાલુ પ્રસાદ યાદવને ED, CBI અને ઇન્કમટેક્સ જેવી એજન્સીઓ દ્વારા પરેશાન કરવામાં આવ્યાઃ તેજસ્વી યાદવ

સોર્સ: gstv

હૈદરાબાદમાં શ્રીકૃષ્ણ સદર સંમેલન દરમિયાન RJD નેતા તેજસ્વી યાદવે ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને ED, CBI અને ઇન્કમટેક્સ જેવી એજન્સીઓ દ્વારા પરેશાન કરવામાં આવ્યા છે. લાલુ યાદવ આ ઉંમરે પણ કાનૂની લડાઈ લડી રહ્યા છે અને કોઈ દબાણ સામે ઝૂક્યા નથી. તેમણે ભાજપ પર બંધારણ અને લોકશાહીને નબળી પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. RSS અને ભાજપ પર સમાજને વહેંચવાનો આક્ષેપ કરતાં તેમણે ભગવાન શ્રીકૃષ્ણ અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓનો પણ વિરોધ કર્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત