Video: દિલ્હીમાં વૃક્ષારોપણ અભિયાન

દિલ્હીમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલના વાઇસ ચેરપર્સન કુ લજીત સિંહ ચહલ આ કાર્યક્રમમાં જોડાયા હતા. તેમણે અભિયાન હેઠળ છોડનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ પહેલનો હેતુ વૃક્ષારોપણ દ્વારા હરિયાળી વધારવા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. કુલજીત સિંહ ચહલે લોકોને પણ આ અભિયાનમાં જોડાઈ વધુમાં વધુ વૃક્ષો વાવવાની અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જાહેરાત






