Video: ઈન્દોરમાં 80 લાખની રોકડ જપ્ત

સોર્સ: gstv

મધ્યપ્રદેશના ઈન્દોરમાં કનાડિયા પોલીસે ચેકિંગ દરમિયાન બે ખેડૂતોની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન બંને ખેડૂતો પાસેથી 80 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. પોલીસે રોકડ રકમ જપ્ત કરીને બંને વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરી છે. આટલી મોટી રોકડ રકમ ક્યાંથી લાવવામાં આવી અને તેનો ઉપયોગ ક્યાં કરવાનો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ચેકિંગ દરમિયાન રોકડ રકમ મળી આવતાં પોલીસ વિભાગમાં પણ ચર્ચા જાગી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત