Video: ઉલુન્દુરપેટ નજીક કાર ખાડામાં પલટી ગઈ

સોર્સ: gstv

તમિલનાડુના કલ્લાકુરીચી જિલ્લામાં ઉલુન્દુરપેટ નજીક એક અનિયંત્રિત કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈને ખાડામાં પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દર્દનાક દુર્ઘટનામાં કારમાં સવાર ચાર લોકો ગંભીર રીતે ઘવાયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રાહત બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ કારની પૂરઝડપ અને ઓવરસ્પીડના કારણે ચાલકે સ્ટીઅરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર અંકુશ બહાર ગઈ હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત