Video: દિલ્હીમાં યમુનામાં પ્રદૂષણનો કહેર

દિલ્હીમાં યમુના નદીના પ્રદૂષણની ગંભીર સ્થિતિ ફરી એકવાર સામે આવી છે. કાલિંદી કુંજ વિસ્તારમાં યમુના નદીની સપાટી પર સફેદ ઝેરી ફીણના જાડા પડ જોવા મળ્યા હતા. નદીના મોટા ભાગના વિસ્તારમાં ફીણની ચાદર પથરાયેલી જોવા મળી રહી છે. ડ્રોનથી લેવામાં આવેલા દૃશ્યોમાં યમુનાની પ્રદૂષિત સ્થિતિ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. નદીમાં વધતા પ્રદૂષણને કારણે પર્યાવરણ અને જળચર જીવો સામે પણ ચિંતા ઊભી થઈ છે. યમુનાની સફાઈ અને પ્રદૂષણ નિયંત્રણના દાવાઓ વચ્ચે ફરી એકવાર નદીની સ્થિતિ ચર્ચામાં આવી છે.
જાહેરાત














