Video: દેવભૂમિમાં 2 દિવસમાં 2 ભયાનક અકસ્માત, ખીણ અને નદીમાં ખાબક્યા વાહનો, 12ના મોત

સોર્સ: gstv

ઉત્તરાખંડમાં છેલ્લા બે દિવસમાં થયેલા બે મોટા માર્ગ અકસ્માતોએ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી છે. આ બંને દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 12 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. સોમવારે રુદ્રપ્રયાગમાં બોલેરો વાહન ખીણમાં પડવાથી 4 લોકોના મોત થયા હતા, જ્યારે મંગળવારે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર એક બસ પુલ પરથી નીચે પાણીમાં પડી જતાં 8 લોકોએ જીવ ગુમાવ્યો છે. એમ 2 દિવસમાં 2 ભયાનક અકસ્માતમાં કુલ 12ના મોત થયા છે.

રુદ્રપ્રયાગમાં બોલેરો વાહન ખીણમાં પડતા 4 લોકોના મોત

જાહેરાત

રુદ્રપ્રયાગ જિલ્લાના બાંસવાડા-કંડાડા મોટર માર્ગ પર સોમવાર મોડી સાંજે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક બોલેરો વાહન અનિયંત્રિત થઈને રસ્તાથી આશરે 500 મીટર નીચે ઊંડી ખીણમાં ખાબક્યું હતું. આ અકસ્માત સમયે વાહનમાં કુલ 10 લોકો સવાર હતા, જેઓ એક લગ્ન સમારોહમાં હાજરી આપીને પોતાના ગામ પાછા ફરી રહ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અંધારા અને પડકારજનક સ્થિતિ વચ્ચે રાત્રે ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન

અકસ્માતની માહિતી મળતા જ જિલ્લા આપત્તિ નિયંત્રણ રૂમ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી અને DDRF, SDRF તથા સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે ભારે અંધારું અને ઊભી ખડકો હોવાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં જવાનોએ રાત્રે મોડા સુધી રાહત અને બચાવ કાર્ય ચાલુ રાખીને સ્ટ્રેચરની મદદથી તમામ 6 ઘાયલોને સુરક્ષિત બહાર કાઢીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત