Video: મોરારી બાપુ મહાકાલના શરણે

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જાણીતા આધ્યાત્મિક પ્રવક્તા મોરારી બાપુએ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કર્યા હતા. મોરારી બાપુએ ભગવાન મહાકાલના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. મોરારી બાપુની મંદિર મુલાકાત દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ભગવાન મહાકાલના દર્શન કરી મોરારી બાપુએ ધન્યતા અનુભવી હતી. તેમની મંદિર મુલાકાતના દૃશ્યો સામે આવ્યા છે.
જાહેરાત









