Video: ચારધામ યાત્રાના માર્ગમાં બે અકસ્માત

ચારધામ યાત્રાના માર્ગમાં બે મોટા માર્ગ અકસ્માતમાં 12 લોકોનાં મોત થયા છે. જ્યારે 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે.. રુદ્રપ્રયાગમાં બોલેરો ગાડી ખીણમાં ખાબકવાથી ૪ લોકોના જીવ ગયા હતા, જ્યારે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર બસ પુલ પરથી આશરે ૧૦૦ મીટર નીચે પાણીમાં ખાબકતા ૮ લોકોનાં મોત નીપજ્યાં છે. આ બંને દુર્ઘટનાઓને કારણે ભારે હડકંપ મચી ગયો છે. સોમવારે મોડી સાંજે રુદ્રપ્રયાગ જિલ્લાના બાસવાડા-કંડારા મોટર માર્ગ પર એક બોલેરો ગાડી બેકાબૂ થઈ હતી..જેમાં તે રસ્તાથી આશરે ૫૦૦ મીટર નીચે ઊંડી ખીણમાં ખાબકી હતી.. આ અકસ્માત સમયે વાહનમાં કુલ ૧૦ લોકો સવાર હતા, જેઓ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પોતાના ગામ પર ફરી રહ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં ૪ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બીજીબાજુ ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલી બસ બેકાબૂ થઈ હતી..જે પુલથી 100 મીટર નીચે નદીમાં ખાબકી હતી..જેમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા જ્યારે 18 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ હતી..











