Video: રવિના ટંડન ઉજ્જૈનમાં મહાકાલના શરણે

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં અભિનેત્રી રવિના ટંડન અને તેમની પુત્રી રાશા થડાનીએ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કર્યા હતા. બંને માતા-પુત્રીએ ભગવાન મહાકાલના આશીર્વાદ મેળવી પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન તેમણે શયન આરતીમાં પણ ભાગ લીધો હતો. મંદિર પરિસરમાં બંને ભક્તિભાવમાં લીન જોવા મળ્યાં હતાં. ભગવાન મહાકાલના દર્શન કરીને રવિના ટંડન અને રાશા થડાનીએ આશીર્વાદ મેળવ્યા હતા. તેમની મંદિર મુલાકાતના દૃશ્યો સામે આવ્યા છે.
જાહેરાત







