VIDEO: ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ચારધામ યાત્રા સ્થગિત, હજારો મુસાફરો ફસાયા
ઉત્તરાખંડમાં સતત પડેલા મૂશળધાર વરસાદને કારણે પહા

ઉત્તરાખંડમાં સતત પડેલા મૂશળધાર વરસાદને કારણે પહાડો પર થતાં ભૂસ્ખલને જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. રુદ્રપ્રયાગમાં ખરાબ હવામાન અને હાઈવે પર કાટમાળ જમા થવાને કારણે વહીવટીતંત્રે આગામી સૂચના સુધી કેદારનાથ સહિતની ચારધામ યાત્રા કામચલાઉ ધોરણે સ્થગિત કરી દીધી છે....બદ્રીનાથ નેશનલ હાઈવે પર સિરોબાગરમાં પહાડમાંથી અચાનક પથ્થરો પડવાને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે, જેના પરિણામે હજારો શ્રદ્ધાળુઓ રસ્તામાં જ ફસાયા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે તંત્ર દ્વારા માર્ગો સાફ કરવા માટે મશીનરી કામે લગાડવામાં આવી છે.




