મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં જ્વેલર્સ પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરી 1 કરોડના દાગીનાનું લૂંટ, ગંભીર ઈજાગ્રસ્તે હોસ્પિટલમાં તોડ્યો દમ

રાજકોટમાં જ્વેલર્સ પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરી 1 કરોડના દાગીનાનું લૂંટ, ગંભીર ઈજાગ્રસ્તે હોસ્પિટલમાં તોડ્યો દમ
તસવીર: gstv

નવરાત્રિના પર્વ ટાણે જ રાજકોટમાં લોહિયાળ લૂંટની મોટી ઘટના સામે આવી છે. આજી વસાહત વિસ્તારમાં તનવી ગોલ્ડ નામની જ્વેલર્સ પેઢીના કર્મચારી અંદાજે 
એક કરોડની કિંમતના 1 કિલો સોનું અને 2 કિલો ચાંદીના દાગીના ભરીને એક્ટિવા પર જઈ રહ્યા હતા, તે વેળાએ કારમાં સવાર ત્રણથી ચાર શખ્સોએ તેમનો રસ્તો રોકીને દાગીનાનો થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો.

લૂંટારુઓએ ફાયરિંગ કરતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્મચારીનું મોત

કર્મચારી લાલભાઈ સરધારાએ બહાદુરીપૂર્વક સામનો કરતા લૂંટારુઓએ નિર્દયતાપૂર્વક ફાયરિંગ કર્યું હતું, જેમાં છાતીના ભાગે ગોળી વાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કર્મચારીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ મોત થયું છે. 

પોલીસનો ઉચ્ચ કાફલો તપાસમાં જોતરાયો

આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યા તેમજ લૂંટના આ ગુનાને અંજામ આપી નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો