મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

પેટ માટે વરદાન સમાન છે આ હેલ્ધી ખીચડી, નબળાઈ પણ થશે દૂર

પેટ માટે વરદાન સમાન છે આ હેલ્ધી ખીચડી, નબળાઈ પણ થશે દૂર

પેટ માટે વરદાન સમાન છે આ હેલ્ધી ખીચડી, નબળાઈ પણ થશે દૂર

જો તમે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજનની ઈચ્છા રાખતા હોવ, તો આ ખીચડીની રેસીપી ચોક્કસ નોંધી લો. તેનો સ્વાદ અદભૂત છે અને તે પાચનતંત્ર માટે પણ ખૂબ સારી છે. આ ખીચડીમાંથી આયર્ન, હેલ્ધી ફેટ્સ, ફાઈબર અને પ્રોટીન જેવા વિવિધ પોષક તત્વો મળે છે. ખાસ કરીને ઋતુ બદલાતી હોય ત્યારે તે ખૂબ જ રાહતદાયક અને સંતોષકારક ભોજન સાબિત થાય છે. સામાન્ય રીતે આપણે નરમ ખીચડી ત્યારે જ ખાતા હોઈએ છીએ જ્યારે આપણે બીમાર હોઈએ, પરંતુ તમે તેને ગમે ત્યારે માણી શકો છો—કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે.

આ ખીચડીની રેસિપી ન્યુટ્રિશનિસ્ટે શેર કરી છે, તેમનું કહેવું છે કે જો તમારું પેટ ખરાબ રહેતું હોય કે પછી બ્લોટિંગ (અપચો કે ભારેપણું) રહેતી હોય તો આ ખીચડી ચોક્કસ ટ્રાય કરવી જોઈએ.

હેલ્ધી અને ટેસ્ટી

ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે આ ખૂબ જ હેલ્ધી ખીચડી છે અને એકદમ હળવી પણ છે. આની સાથે જ તે કહે છે કે તેમણે જેટલી સામગ્રી (ઇન્ગ્રીડિયન્ટ્સ) જણાવી છે, તેના હિસાબે જ તમે પણ બધી વસ્તું લેજો... તો આ રેસિપી.

ખીચડીની સામગ્રી 

ખીચડીની માત્રા: ચાર લોકો માટે

60 ગ્રામ ચોખા (બે કલાક પલાળેલા)

60 ગ્રામ પીળી મગની દાળ (2 કલાક પલાળેલી)

600 ગ્રામ દૂધી (ટુકડાઓમાં સમારેલી)

200 ગ્રામ પાલક (ઝીણી સમારેલી)

1-2 છીણેલી ગાજર (વૈકલ્પિક છે)

આ ઉપરાંત તમારે બધા બેઝિક મસાલા જેવા કે ધાણાજીરું પાવડર, હળદર પાવડર, થોડો કાળા મરીનો પાવડર, જીરું, ઝીણું સમારેલું લસણ, આદુની પેસ્ટ જોઈશે.

હવે જાણી લો ખીચડીની રેસિપી

પલાળેલા ચોખા અને પીળી મગની દાળને પાણીથી અલગ કરીને મૂકી દો.

પ્રેશર કુકરમાં 2 મોટી ચમચી ઘી ગરમ કરો. તેમાં જીરું, ઝીણું સમારેલું લસણ અને ઝીણું સમારેલું આદુ નાખો અને વઘારને પકવા દો.

હવે સમારેલી દૂધી, પાલક અને ગાજર નાખો. આ ત્રણેય શાકભાજીને પણ થોડી મિનિટો સુધી સાંતળો.

આ પછી મીઠું, હળદર, ધાણાજીરું પાવડર અને થોડો ગરમ મસાલો નાખો. બધી ચીજો સારી રીતે મિક્સ કરો.

પાણી નિતારેલા ચોખા અને મગની દાળ નાખો. એટલું પાણી નાખો કે તે શાકભાજીના લેવલથી થોડું ઉપર રહે.

હવે ઉપરથી થોડા કાળા મરી નાખીને મિક્સ કરો અને ઢાંકણ લગાવી દો. ખીચડીને 3-4 સીટી વાગે ત્યાં સુધી પ્રેશર કુક કરો.

આ સમાચાર શેર કરો