Video: માઈનસ ડિગ્રી તાપમાનમાં સુરક્ષા દળોનું પેટ્રોલિંગ

જમ્મુ-કાશ્મીરના ભદરવાહમાં બરફથી ઢંકાયેલા પહાડી વિસ્તારોમાં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના SOG જવાનોએ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. માઈનસ ડિગ્રી તાપમાન અને કડકડતી ઠંડી વચ્ચે જવાનો ફરજ બજાવતા જોવા મળ્યા હતા. સમગ્ર પહાડી વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાયેલો છે. મુશ્કેલ હવામાન અને પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે સુરક્ષા દળો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ દરમિયાન જવાનોની સતર્કતા અને સુરક્ષા વ્યવસ્થાની ઝલક જોવા મળી હતી.
જાહેરાત









