Video: અંબાજી મંદિરમાં પાંચ દિવસમાં 6.50 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન

સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિરમાં 10 થી 14 તારીખ દરમિયાન મા અંબાના દર્શન માટે ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, જેમાં માત્ર પાંચ જ દિવસમાં 6 લાખ 50 હજાર 968 શ્રદ્ધાળુઓએ શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. આ પાંચ દિવસો દરમિયાન મંદિર ટ્રસ્ટને ડોનેશન પેટે કુલ 12 લાખ 70 હજાર 824 રૂપિયા તેમજ ધ્વજાની ભેટ પેટે 4 લાખ 77 હજાર 702 રૂપિયાની માતબર રોકડ આવક થઈ છે. રોકડ દાનની સાથે સાથે ભક્તો દ્વારા માતાજીના ચરણોમાં 108 ગ્રામ સોનાની લગડી, 222 ગ્રામ સોનાના દાગીના અને 40 ગ્રામ ચાંદીના દાગીના પણ અર્પણ કરવામાં આવ્યા છે. મંદિરમાં ભક્તોની ભારે ભીડ અને દાનની આવક બાદ હવે આગામી મંગળવારે મંદિર ટ્રસ્ટ દ્વારા ભંડાર ગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં કુલ આવકનો વધુ મોટો આંકડો સામે આવવાની શક્યતા છે.
જાહેરાત








