Video: ડમ્પિંગ સાઇટ પર કચરો સળગતા સ્થાનિકોમાં રોષ

સોર્સ: gstv

વડોદરાના સાવલી ખાતે ભાટપુર ચોકડી નજીક નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી ડમ્પિંગ સાઇટ પર અવારનવાર કચરો સળગતો હોવાથી નીકળતા ઝેરી ધુમાડાના કારણે આસપાસના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેમાં ધુમાડો રોડ પર ફેલાતા રાહદારીઓ અને વાહનચાલકોની સાથે સ્થાનિકોને આંખોમાં બળતરા તથા શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતા મોટી સંખ્યામાં લોકો ડમ્પિંગ સાઇટ પર દોડી આવ્યા હતા અને તંત્ર આ પ્રવૃત્તિ અટકાવી સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી ઉગ્ર માંગ કરી હતી, જોકે બનાવની જાણ થતા ઘટનાસ્થળે દોડી આવેલા ચીફ ઓફિસર મીડિયાના કેમેરા જોતા જ જવાબ આપવાનું ટાળીને ચાલતી પકડતા અનેક સવાલો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત