Video: દિલ્હીમાં CM રેખા ગુપ્તાની છઠ્ઠ પૂજા

સોર્સ: gstv

દિલ્હીમાં છઠ્ઠ મહાપર્વની ભવ્ય ઉજવણી વચ્ચે મુખ્યમંત્રી રેખા ગુપ્તા સોનિયા વિહાર બોટ ક્લબ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે છઠ્ઠ પૂજાના સંધ્યા અર્ઘ્ય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ બોટમાં સવાર થઈ યમુના નદીના કિનારે આયોજિત ધાર્મિક કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્રતધારીઓએ અસ્ત થતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી પૂજા-અર્ચના કરી હતી. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ છઠ્ઠ મહાપર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત