Video: દિલ્હીમાં છઠ્ઠ પૂજાની તડામાર તૈયારી

સોર્સ: gstv

દિલ્હીમાં છઠ્ઠ પૂજા 2026ને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સંધ્યા અર્ઘ્યની ધાર્મિક વિધિ માટે શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે. સોનિયા વિહાર સ્થિત છઠ્ઠ ઘાટ પર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઘાટની સફાઈ, સજાવટ અને અન્ય જરૂરી સુવિધાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં સૂર્યદેવને સંધ્યા અર્ઘ્ય અર્પણ કરવા પહોંચશે. છઠ્ઠ પૂજાને લઈને સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત