Video: છત્તીસગઢના ચર્ચિત મહાદેવ સટ્ટાબેટિંગ એપ કેસમાં મોટો વળાંક

છત્તીસગઢના ચર્ચિત મહાદેવ સટ્ટાબેટિંગ એપ કેસમાં મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. PMLA કોર્ટ દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDને સૌરભ ચંદ્રાકરની સાત દિવસની કસ્ટડી મંજૂર કરવામાં આવી છે. ED હવે આરોપીની પૂછપરછ કરી કેસ સંબંધિત વધુ વિગતો મેળવશે. આ મામલે વકીલ સૌરભ પાંડે અને તુષાર ગિરીએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. કોર્ટમાં આગામી સુનાવણી 19 નવેમ્બરે નિર્ધારિત કરવામાં આવી છે.
જાહેરાત








