Video: દિલ્હી એઈમ્સમાં દિવાળી દરમિયાન ફટાકડાથી દાઝવાના 42 કેસ નોંધાયા: 11 ગંભીર દર્દીઓ હોસ્પિટલમાં દાખલ કરાયા

એઈમ્સના પ્લાસ્ટિક રિકન્સ્ટ્રક્ટિવ અને બર્ન્સ સર્જરી વિભાગના પ્રમુખ ડોક્ટર મનીષ સિંઘલના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં આવેલા કુલ 42 કેસમાંથી 11 કેસ ગંભીર દાઝી જવાના છે, જેના કારણે દર્દીઓને દાખલ કરવા પડ્યા હતા, જ્યારે ૩૧ કેસ સામાન્ય ઈજાઓના હતા. સામાન્ય રીતે દાઝી જવાના કિસ્સાઓમાં મુખ્યત્વે અનાર અને સમાન ફટાકડાની ઇજાઓ સામેલ હતી. આ દુર્ઘટનાઓમાં 18 વર્ષથી ઓછી ઉંમરના 12 બાળકો પણ ભોગ બન્યા છે, જેમાંથી એક બાળકની હાલત અત્યંત ગંભીર છે. જોકે રાહતની વાત એ છે કે પોટાશને કારણે દાઝીને હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં ઘટીને માત્ર બે પર પહોંચી છે.
જાહેરાત







