Video: દિલ્હીમાં સર્વાઇકલ કેન્સર નાબૂદી દિવસ નિમિત્તે દેશની અનેક ઐતિહાસિક ઇમારતોને ટીલ બ્લૂ રંગની રોશનીથી શણગારવામાં આવી

દિલ્હીમાં સર્વાઇકલ કેન્સર નાબૂદી દિવસ નિમિત્તે દેશની અનેક ઐતિહાસિક ઇમારતોને ટીલ બ્લૂ રંગની રોશનીથી શણગારવામાં આવી હતી. સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક અને ઇન્ડિયા ગેટ ખાસ લાઇટિંગથી ઝળહળી ઊઠ્યાં હતાં. સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા અને તેના નાબૂદીના સંકલ્પને મજબૂત બનાવવા આ વિશેષ પહેલ કરવામાં આવી હતી. આ રોશની દ્વારા સર્વાઇકલ કેન્સરના નિવારણ, સમયસર તપાસ અને સારવારના મહત્વ તરફ લોકોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
જાહેરાત














