કરીનાના એક્સ બોયફ્રેન્ડ શાહિદ અને પતિ સૈફ એક જ ફ્રેમમાં! બંનેએ ગળે મળીને ચાહકોને ચોંકાવ્યા

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનના એક્સ બોયફ્રેન્ડ શાહિદ કપૂર અને તેમના પતિ સૈફ અલી ખાન એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ વીડિયોને લઈને નેટિઝન્સની મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક લોકો શાહિદ અને સૈફને એક જ ફ્રેમમાં જોઈને ખુશ થઈ રહ્યા છે, તો કેટલાકનું કહેવું છે કે તેમને આવું જોવા મળશે તેવી બિલકુલ અપેક્ષા નહોતી.
શાહિદ-સૈફે એકબીજાને ગળે લગાવ્યા
કરીના કપૂર એક સમયે લાંબા સમય સુધી શાહિદ કપૂરને ડેટ કરતી હતી. જોકે, બાદમાં બંને અલગ થઈ ગયા હતા. આ દરમિયાન કરીના અને સૈફ અલી ખાન વચ્ચે નિકટતા વધી હતી અને ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધાં હતાં. જોકે, બ્રેકઅપ પછી પણ શાહિદ અને કરીના વચ્ચેના સંબંધો સામાન્ય રહ્યા છે. થોડા દિવસો પહેલાં જ IIFA એવોર્ડ્સની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શાહિદે કરીનાને ગળે લગાવી હતી. હવે તેની મુલાકાત સૈફ અલી ખાન સાથે થઈ છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં સૈફ અલી ખાન અને શાહિદ કપૂર એક જગ્યાએ ઊભેલા જોવા મળે છે. આ દરમિયાન શાહિદ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યો છે, જ્યારે સૈફ જીન્સ અને શર્ટમાં નજરે પડે છે. શાહિદે બ્લુ રંગનું સ્લીવલેસ ટી-શર્ટ અને તેની સાથે મેચિંગ પેન્ટ પહેર્યું છે.
વીડિયોમાં બંને કલાકારો એકબીજા સાથે હસતાં-મુસ્કુરાતાં વાત કરતા જોવા મળે છે. ત્યારબાદ બંને એકબીજાને ગળે પણ લગાવે છે. આ દૃશ્ય જોઈને સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નેટિઝન્સે વીડિયો પર આવી પ્રતિક્રિયા આપી
એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતાં લખ્યું, 'આવું તો માત્ર ભારતમાં જ થઈ શકે છે.' અન્ય એક યુઝરે લખ્યું, 'હવે તો બરાબરી થઈ ગઈ. પહેલાં કરીના કપૂર મીરા કપૂર (શાહિદની પત્ની)ને મળી હતી અને હવે આ બંને મળ્યા.' જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, 'આ બંનેને જોઈને લાગે છે કે જિંદગી કેટલી સરળ છે. આપણે જ લાગણીઓને વધારે મહત્ત્વ આપી દઈએ છીએ.'
સૈફ અને શાહિદ સાથે પણ કરી ચૂક્યા છે કામ
શાહિદ કપૂરે માત્ર કરીના કપૂર ખાન સાથે જ નહીં, પરંતુ સૈફ અલી ખાન સાથે પણ ફિલ્મમાં કામ કર્યું છે. વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ 'રંગૂન'માં બંને કલાકારો સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં કંગના રનૌત પણ મહત્ત્વની ભૂમિકામાં હતી.










