અનિલ કપૂરે પેરિસમાં પ્રમુખ ઇમેન્યુએલ મેક્રોંની સાથે કરી મુલાકાત, કલા, સિનેમા અને AI અંગે થઈ ચર્ચા

બોલિવૂડના પીઢ અભિનેતા અનિલ કપૂરે પેરીસમાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુએલ મેક્રોંની મુલાકાત લઇ તેમની સાથે અલકમલકની વાતો કરી હતી. અનિલ કપૂરે તેના ભત્રીજા સાથે પેરિસમાં પ્રમુખની મહેમાનગતિ માણી હતી.મેક્રોં ભારતમાં આવ્યા ત્યારે અનિલ કપૂર તેમને પહેલીવાર મળ્યો હતો.
અનિલ કપૂરે ઇન્સ્ટા પર તેમની મુલાકાતની તસવીરો મુકી જણાવ્યું હતું કે ફ્રાન્સના પ્રમુખ સાથે મારે કળા, સંસ્કૃતિ, સિનેમા, AI અને સ્થાપત્ય વિશે ઘણી વાતો થઈ હતી.
જાહેરાત
નોંધપાત્ર બાબત એ છે કે થોડા દિવસ અગાઉ અનિલ કપૂર ઇટાલીના ફલોરેન્સ શહેરમાં લા જિઓસ્ટ્રા ખાતે લલિત મોદી, સંજય કપૂર અને ચંકી પાંડે સાથે સમી સાંજે ગપસપ કરતો દેખાયો હતો. લલિત મોદી હવે બ્રિટિશ નાગરિક બની ગયો હોઈ તેને ભારત પાછો લાવવાનું કામ મુશ્કેલ બની ગયું છે.
જાહેરાત









