લાઈવ શોમાં ઉતારી ફેંકી હીલ્સ, મેકઅપ લૂછી નાખ્યો, પાકિસ્તાની એક્ટ્રેસે બોડી શેમિંગ કરનારાઓને આપ્યો જવાબ

લાઈવ શોમાં ઉતારી ફેંકી હીલ્સ, મેકઅપ લૂછી નાખ્યો, પાકિસ્તાની એક્ટ્રેસે બોડી શેમિંગ કરનારાઓને આપ્યો જવાબ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

પાકિસ્તાની અભિનેત્રી અને ટીવી હોસ્ટ વીના મલિક પોતાના મોર્નિંગ શો 'વીના હૈ ના' દરમિયાન અત્યંત ભાવુક થઈ ગઈ હતી અને લાઈવ કેમેરા સામે જ રડી પડી હતી. સોશિયલ મીડિયા પર પોતાના વધતા વજન અને દેખાવને લઈને થઈ રહેલી સતત ટીકાઓથી કંટાળીને તેણે ઉભા થઈને પોતાની હીલ્સ ઉતારી ફેંકી હતી અને ચહેરા પરથી મેકઅપ લૂછી નાખ્યો હતો. ટ્રોલર્સ પર કટાક્ષ કરતાં તેણે કહ્યું હતું કે, "હવે આના પર એક 'બ્રેકિંગ ન્યૂઝ' બનાવો કે મેકઅપ વિના હું કેવી દેખાઉં છું."

અગાઉ પણ વીના મલિકે પોતાનું દર્દ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ટીવી પર કમબેક કર્યા બાદ લોકો તેને વારંવાર 'જાડી' કહે છે અને તેની સરખામણી 'ભેંસ' સાથે કરે છે. 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન' મુજબ, વીનાએ સ્પષ્ટ કહ્યું કે વજન વધવું અને ઘટવું એ જીવનનો એક સ્વાભાવિક હિસ્સો છે, છતાં લોકો હંમેશા તેના દેખાવ પર જ ટિપ્પણી કરે છે. તેણે ટીકાકારોને પડકાર ફેંકતા કહ્યું કે જો તેઓ ઈચ્છે તો તેને જાડી, શ્યામ કે કદરૂપી કહી શકે છે, પરંતુ તે આ દબાણ સામે ઝૂકશે નહીં.

જાહેરાત

ઉલ્લેખનીય છે કે, અગાઉ રિયાલિટી શો 'બિગ બોસ 20' માં સલમાન ખાને પણ બોડી શેમિંગનો વિરોધ કરતાં મેકઅપ હટાવી શર્ટ ઉતારી દીધો હતો અને હવે પાકિસ્તાનમાં વીના મલિકના આ પગલાએ સેલિબ્રિટીઝ પર સુંદર દેખાવાના દબાણ અંગે નવી ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ બોડી શેમિંગનો હિંમતભેર સામનો કરવા બદલ વીના મલિકના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત