અજય દેવગણ અને ભૂષણ કુમાર ફરી સાથે કરશે કામ, આ વખતે લઈને આવશે સ્પાય થ્રિલર ફિલ્મ

અજય દેવગણ અને ભૂષણ કુમાર ફરી સાથે કરશે કામ, આ વખતે લઈને આવશે સ્પાય થ્રિલર ફિલ્મ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અજય દેવગણ અને નિર્માતા ભૂષણ કુમાર ફરી એકવાર નવી ફિલ્મ માટે હાથ મિલાવી રહ્યા છે. આ વખતે બંને ભારતીય ગુપ્તચર તંત્રની પૃષ્ઠભૂમિ પર આધારીત મોટા બજેટની જાસૂસી થ્રિલર ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ 2028માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની શક્યતા છે. અજય દેવગણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અજય દેવગણ અને ભૂષણ કુમાર અગાઉ 'તાન્હાજી', 'દ્રશ્યમ ટુ', 'ધમાલ 4' અને 'દે દે પ્યાર દે' જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. તેમની આ નવી ફિલ્મ બંનેની સફળ ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. જો કે, ફિલ્મના દિગ્દર્શક અને અન્યકલાકારો વિશેની વિગતો હજી જાહેર નથી કરાઈ.

ફિલ્મનું શૂટિંગ 2027માં શરૂ થવાનું આયોજન છે અને 2028ના મધ્યમાં તેને રિલીઝ કરવાનું લક્ષ્ય છે. મોટા પડદા પર ભવ્ય અંદાજમાં રજૂ થનારી આ ફિલ્મ અત્યાર સુધી સીક્વલ અને મનોરંજક ફિલ્મો કરનાર અજય દેવગણની કારકિર્દીમાં એક નવો પ્રયોગ બની શકે છે. જાસૂસી અને થ્રિલર ફિલ્મો પ્રત્યે દર્શકોના વધતા રસને ધ્યાનમાં રાખીને નિર્માતાઓને આ ફિલ્મ પાસેથી મોટી અપેક્ષાઓ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત