Video: બંધારણ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના મુદ્દે ભાજપ પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કટોકટી મુદ્દે ગંભીર આક્ષેપ લગાવ્યા

સોર્સ: gstv

ભાજપના અજય બ્રહ્મભટ્ટે આક્ષેપ કર્યો હતો કે કટોકટી દરમિયાન વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલાયા હતા અને કોંગ્રેસે જ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને સંસદમાં જતા રોકવાનું ષડયંત્ર રચ્યું હતું. બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તાએ વળતો જવાબ આપતા જણાવ્યું કે વર્ષ 1947માં વચગાળાની સરકાર દરમિયાન પંડિત નેહરુએ બાબાસાહેબને લાલ જાજમ પાથરીને આવકાર્યા હતા અને દેશના પ્રથમ કાયદા મંત્રી બનાવ્યા હતા. બંધારણ અને આંબેડકરના મુદ્દે બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ બન્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત