Video: રાજ્યભરમાં સ્નેહ મિલન સમારંભ, ડેમેજ કંટ્રોલ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આ નવો અભિગમ !

સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ નવા વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓના સ્નેહ મિલન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મહેસાણા, વિસનગર, બહુચરાજી અને ઊંઝા સહિતની વિધાનસભા બેઠકો પર કાર્યક્રમો યોજાયા છે. આ વખતે ભાજપ દ્વારા એક નવતર પ્રયોગ કરીને પ્રદેશ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વરિષ્ઠ આગેવાનો દ્વારા ટેક્નોલોજીના માધ્યમથી કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રાજકીય વિશ્લેષકો અને પક્ષના સૂત્રો મુજબ, ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આ નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. દરેક વિધાનસભા ક્ષેત્રમાં કાર્યકર્તાઓને એક મંચ પર એકત્ર કરવાના આ અવસરથી પક્ષમાં નવો જોમ અને ઉત્સાહ ભરાશે તેવું હાલમાં ભાજપ માની રહ્યું છે.
જાહેરાત













