Video: દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં એક દર્દીના ચોથા માળેથી નીચે પટકાતાં મોત

દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં એક દર્દીના ચોથા માળેથી નીચે પટકાતાં મોતની ઘટના સામે આવી છે. છાતી અને પેટની બીમારીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ રેટીયા ગામના ફિરોજ જાદવભાઈ બિલવાલનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતાં દાહોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. દર્દી કયા સંજોગોમાં ચોથા માળેથી નીચે પટકાયા તે અંગે પોલીસ તપાસ બાદ જ હકીકત સામે આવશે.
જાહેરાત














