Video: સુરત સિવિલ હોસ્પિટલના પ્રશ્નો સંસદીય સમિતિમાં ગુંજ્યા, ક્રિટિકલ કેર સુવિધા વધારવા માંગ

દિલ્હીમાં પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી ઓન હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની બેઠક યોજાઈ હતી, જેમાં સુરતના સાંસદ મુકેશ દલાલે સુરત સિવિલ હોસ્પિટલના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. દક્ષિણ ગુજરાતના અંદાજે બે કરોડ લોકોને સેવા આપતી નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનું ભારણ ઘટાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી. હોસ્પિટલને આધુનિક ક્રિટિકલ કેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા હેલ્થ મિનિસ્ટ્રી સમક્ષ માંગ કરવામાં આવી હતી. ગુજરાતની મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની અછતનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. એઈમ્સ નવી દિલ્હી દ્વારા સુરત સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજને વિશેષ તાલીમ આપવા સૂચન કરાયું હતું. સાથે જ વિકસિત ભારત 2047ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને વર્ષ 2030 સુધીમાં દેશમાં મેડિકલ સીટોની સંખ્યા પાંચ લાખ કરવા નીતિ આયોગને ભલામણ કરવામાં આવી હતી.
જાહેરાત













