ગુજરાત ભાજપ દ્વારા આવતીકાલે તમામ વિધાનસભા બેઠકો પર એકસાથે દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન
ગુજરાત ભાજપ દ્વારા આવતીકાલે તમામ વિધાનસભા બેઠકો પર એકસાથે દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. રાજ્યની તમામ વિધાનસભાઓમાં ભાજપના ધારાસભ્યો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. ખાસ વાત એ છે કે તમામ મંત્રીઓ પોતાની વિધાનસભા બેઠકમાં યોજાનારા સ્નેહ મિલનમાં હાજરી આપશે. જ્યારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ તમામ વિધાનસભાઓના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાઈને કાર્યકરોને સંબોધિત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં ઉપસ્થિત રહેશે. નાયબ મુખ્યમંત્રી મજૂરા વિધાનસભા બેઠકમાં હાજરી આપશે. જ્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અમદાવાદના ઓઢવ વિસ્તારમાં યોજાનારા સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આમ, દિવાળી સ્નેહ મિલનના માધ્યમથી ભાજપ સંગઠન અને કાર્યકરો વચ્ચે સંવાદ સાધશે.
જાહેરાત












