Video: ભરૂચ પાંજરાપોળ ખાતે તુલસી વિવાહનું ભવ્ય આયોજન

ભરૂચ પાંજરાપોળ ખાતે પ્રથમવાર પરંપરાગત ધાર્મિક વિધિ અને શાસ્ત્રોક્ત રીતે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્તિકી અગિયારસના પાવન દિને ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામજી અને તુલસી માતાના પવિત્ર વિવાહ પ્રસંગે પાંજરાપોળના આંગણે ભક્તિમય માહોલ છવાયો હતો. ધાર્મિક પરંપરા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલા આ પાવન પ્રસંગમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ભક્તો અને જીવદયા પ્રેમીઓએ ઉપસ્થિત રહી તુલસી વિવાહનો લ્હાવો લીધો હતો અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગ દરમિયાન સમગ્ર પરિસર ભજન, ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાઈ ગયું હતું.
જાહેરાત












