Video: ભરૂચના જંબુસરના કલક-વાસેટા નજીક તબેલામાં શ્રમિકનો આપઘાત: ONGC કોન્ટ્રાક્ટર હેઠળ કરતો હતો નોકરી

મૃતકની ઓળખ મૂળ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના પનવેલ કોળીવાડા નિવાસી સચિનભાઈ જયવંત વગલ તરીકે થઈ છે, જેઓ ONGCના કોન્ટ્રાક્ટર હેઠળ શ્રમિક તરીકે કામ કરતા હતા. ગઈકાલે રાત્રે આ ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. આ યુવાને કયા કારણોસર આત્યંતિક પગલું ભર્યું તે અંગે હાલ જંબુસર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત












