Video: ભરૂચના જંબુસરના જંત્રાણ ગામે પંચાયત ઘરનું ખાતમુહૂર્ત વિવાદમાં: કોન્ટ્રાક્ટર ફાઇનલ થયા વગર જ ખાતમુહૂર્ત કરાતા અનેક સવાલો ઊભા થયા!

સોર્સ: gstv

પ્રાપ્ત વિગતો મુજબ, અગાઉ ૩૦ જાન્યુઆરીના રોજ ટેન્ડર એજન્સીને અપાયું હતું, પરંતુ જરૂરી ઠરાવ સમયસર માર્ગ-મકાન વિભાગ સુધી ન પહોંચતા બાંધકામ અટવાયું હતું અને ૨૯ જુલાઈએ ટેન્ડરની અવધિ પણ પૂર્ણ થઈ ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ હવે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે, તો સવાલ એ થાય કે કોન્ટ્રાક્ટર વિના જ ખાતમુહૂર્ત કયા આધારે કરાયું. બીજી તરફ, આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા મતદારોને રીઝવવા માટે આ ખાતમુહૂર્ત કરાયું હોવાની સ્થાનિક સ્તરે જોરશોરથી ચર્ચાઓ વહેતી થઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત