Video: અમદાવાદને 2028 સુધી ડ્રગ્સમુક્ત બનાવવાનું લક્ષ્ય, 1,051 શંકાસ્પદોની પૂછપરછ, 300 લોકોને ચેતવણી

સોર્સ: gstv

અમદાવાદ શહેરને ડ્રગ્સમુક્ત બનાવવા પોલીસે હવે કડક કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છેલ્લા સમયમાં ડ્રગ્સ સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા અને અગાઉ પકડાયેલા 1 હજાર 51 વ્યક્તિઓની ઓળખ કરી તેમની પૂછપરછ કરવામાં આવી છે. આ તમામ લોકો પાસેથી ડ્રગ્સના નેટવર્ક અને તેની સાથે સંકળાયેલા લોકો અંગે વિગતો એકત્રિત કરવામાં આવી છે. જ્યારે અંદાજે 300 જેટલા નશાના બંધાણી વ્યક્તિઓને બોલાવી ચેતવણી આપવા સાથે કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું છે. JCP ક્રાઈમ બ્રાન્ચ શરદ સિંઘલે સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવે માત્ર સમજાવટ નહીં પરંતુ કડક કાર્યવાહી થશે અને ડ્રગ્સના ગેરકાયદે કારોબારથી ઊભી કરેલી મિલકતો પણ જપ્ત કરવામાં આવશે. અમદાવાદને 2028 સુધી ડ્રગ્સમુક્ત બનાવવાના લક્ષ્ય સાથે આ અભિયાનને વધુ તેજ બનાવવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત