Video: ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખની મહિલાની હેરાનગતિ અને બદનામ કરવાના આરોપસર ધરપકડ

સોર્સ: gstv

જંબુસરમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ તુષાર ઉર્ફે જીગ્નેશ મહેશભાઈ ઠાકોર વિરુદ્ધ મહિલાને હેરાન કરવા અને બદનામ કરવાનો ગંભીર ગુનો નોંધાયો છે. પીડિત મહિલાની સગાઈ થઈ જતાં આરોપીએ રોષે ભરાઈને તેમના અંગત ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, મારી સાથે સગાઈ કર, નહીં તો જાનથી મારી નાખીશ તેવી ગંભીર ધમકી આપ્યાનો પણ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે વેડચ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતાની સાથે જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી ભાજપ નેતાની ધરપકડ કરી લીધી છે. આ ઘટના બાદ જંબુસરના રાજકીય વર્તુળોમાં હડકંપ મચી ગયો છે. લોકમુખે ચર્ચા છે કે, શું આ જ છે મહિલા સશક્તિકરણ? હાલ પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત