Video: આમોદમાં બિરસા મુંડા જન્મજંતિ કાર્યક્રમાં રાજકીય આગેવાનો મંચ પર, અધિકારીઓ નીચે બેઠા હોવાના કોંગ્રેસના આક્ષેપ

સોર્સ: gstv

ભરૂચ જિલ્લાના આમોદમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી સભામાં બેઠક વ્યવસ્થાને લઈને વિવાદ સર્જાયો છે. કાર્યક્રમમાં રાજકીય આગેવાનોને મંચ પર સ્થાન આપવામાં આવ્યું હતું, જ્યારે વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓને નીચે બેસાડવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે. આ મામલે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે સવાલો ઉઠાવી મુખ્યમંત્રી, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સહિતના અગ્રણીઓને પત્ર લખ્યો છે. તેમણે સવાલ કર્યો છે કે જો કાર્યક્રમ બિનરાજકીય હતો તો મંચ પર રાજકીય આગેવાનોને સ્થાન આપવાનો નિર્ણય શા માટે લેવાયો? તેમણે કાર્યક્રમની ગરિમા જળવાય અને લોકપ્રતિનિધિઓની સાથે વહીવટી અધિકારીઓનું પણ યોગ્ય સન્માન થાય તેવી માંગ સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત