Video: છોટાઉદેપુરના નસવાડીમાં કોંગ્રેસ દ્વારા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી: પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની ઉપસ્થિતિ રહ્યાં

સોર્સ: gstv

આ કાર્યક્રમ દરમિયાન અમિત ચાવડાએ સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા ૩૦ વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પણ આદિવાસી વિસ્તારોમાં લોકોને પીવા અને સિંચાઈનું પાણી પૂરતું મળતું નથી. છોટાઉદેપુરમાં એકપણ ઉદ્યોગ ન હોવાના કારણે સ્થાનિક યુવાનોને રોજગારી માટે સૌરાષ્ટ્રમાં મજૂરી કરવા જવું પડે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે હાઇડ્રો પ્રોજેક્ટના નામે લોકોની જમીનો હડપવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતો દેવાના બોજા હેઠળ દબાઈ રહ્યા છે. ચાવડાએ સરકાર સામે સવાલ ઉઠાવ્યો હતો કે ૩૦ વર્ષ બાદ અચાનક સરકારને બિરસા મુંડા કેમ યાદ આવ્યા

આ સમાચાર શેર કરો

જાહેરાત