Video: છોટાઉદેપુરના મંડળવા ગામે વન વિભાગે બે કલાકની જહેમત બાદ દીપડાને બચાવ્યો

સોર્સ: gstv

છોટાઉદેપુર જિલ્લાના મંડળવા ગામે ખેતરના કૂવામાં દીપડો પડી જવાની ઘટના સામે આવી છે. ગામના પુંજાર ફળિયામાં જેમતા ભાઈ રાઠવાના ખેતરમાં આવેલા કૂવામાં દીપડો પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાં વન વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વન વિભાગની ટીમે બે-ત્રણ કલાકની ભારે જહેમત બાદ દીપડાને કૂવામાંથી સુરક્ષિત બહાર કાઢ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત