Video: સુરતના ભેસ્તાનમાં કન્સ્ટ્રક્શન સાઈટના બીજા માળેથી પટકાતાં બે વર્ષની બાળકીનું મોત

સોર્સ: gstv

સુરતના ભેસ્તાન વિસ્તારમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. સાઈ પવિત્ર રેસિડેન્સી પાસે આવેલી કન્સ્ટ્રક્શન સાઈટ પર બીજા માળેથી પટકાતાં બે વર્ષીય બાળકી રક્ષા પવારનું મોત થયું છે. બાળકીના માતા-પિતા સાઈટ પર કડિયાકામ કરી રહ્યા હતા, ત્યારે બાળકી બીજા માળે રમી રહી હતી. પિતાને બાળકી ન દેખાતાં શોધખોળ કરી હતી, ત્યારે બાળકી નીચે પટકાયેલી હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. મૂળ મધ્યપ્રદેશનો આ પરિવાર દસ દિવસ પહેલાં જ કામ અર્થે સુરત આવ્યો હતો, ત્યારે એકની એક દીકરીના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત