Video: સુરતની બેંક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવવાની ધમકી, ઈ-મેલ મળતાં પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમો દોડી

સુરતના ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ બરોડામાં બોમ્બની ધમકીથી દોડધામ મચી છે. બેંકના અધિકૃત ઈ-મેલ પર બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. ધમકીભર્યો ઈ-મેલ મળતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. બોમ્બ સ્ક્વોડ, પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. દિવાળીના તહેવાર વચ્ચે મળેલી આ ધમકીને પગલે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જાહેરાત







