Video: અમદાવાદને રૂ. 1,024 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપશે અમિત શાહ, 30 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

સોર્સ: gstv

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં પરિવાર અને કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની ઉજવણી કરશે. આ સાથે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં રૂ. એક હજાર 24 કરોડના 30 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સૌપ્રથમ એસ.જી. હાઇવે પર ઇસ્કોનથી સાણંદ ક્રોસ રોડ સુધીના 4 કિમી લાંબા ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ જોધપુરના નોલેજ હબ અને ગોતાના અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે. વાડજના રામાપીરના ટેકરામાં આવાસ યોજનાનાં મકાનોની મુલાકાત બાદ રાણીપ ખાતે આવાસ યોજનાના મકાનોનો ડ્રો કરશે. આ ઉપરાંત જાહેરસભાને સંબોધીને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત