Video: અમરેલીના સણોસરામાં દીપડાના હુમલાથી આઠ વર્ષના બાળકનું કરુણ મોત

સોર્સ: gstv

અમરેલીના સણોસરા ગામની સીમમાં પરપ્રાંતીય ખેતમજૂરના આઠ વર્ષના માસૂમ બાળક સાહિલ હરેશભાઇ પર કપાસના ખેતરમાં રમતી વખતે દીપડાએ અચાનક હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચી દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી છે, જ્યારે બાળકના મૃતદેહને પીએમ અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. ધારીના નાગધ્રા અને દેવળા બાદ સણોસરામાં ઘટેલી આ ઘટના સાથે જ અમરેલી જિલ્લામાં એક જ અઠવાડિયામાં દીપડાના હુમલાની આ ત્રીજી ઘટના સામે આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત