Video: આહવામાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીની 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉત્સાહભેર ઉજવણી

ડાંગ જિલ્લાના આહવા ખાતે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ગુજરાતના મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને આદિવાસી સમાજના યોગદાનને યાદ કર્યું હતું. મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી દ્વારા આઝાદીની લડાઈમાં આદિવાસી સમાજના યોગદાનને દેશ અને દુનિયા સમક્ષ ઉજાગર કરવામાં આવ્યું છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેમના સર્વોચ્ચ બંધારણીય હોદ્દા પર પહોંચવાથી આદિવાસી સમાજનું ગૌરવ વધ્યું છે.
જાહેરાત







