Video: જૂનાગઢના વિસાવદરના કુબા નજીક બાઈક અને ફોરવીલ વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં બે યુવકોના કરુણ મોત થયા

સોર્સ: gstv

આ ભીષણ અકસ્માતમાં જાફરાબાદના જેનીલગીરી ગોસ્વામી અને કુબા ગામના વિરાજગીરી અપારનાથી નામના બે યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો દ્વારા ત્વરિત 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. 108 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે કે સારવાર મળે તે પહેલા જ યુવકોના પ્રાણપંખેરું ઉડી ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ત્વરિત દોડી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. અકસ્માત કેવી રીતે સર્જાયો અને કયું વાહન સંડોવાયેલું હતું તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અચાનક બનેલી આ ઘટનાથી બંને યુવકોના પરિવારજનોમાં ભારે રોકકળ અને સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત