Video: ચૂંટણી પૂર્વે સંગઠનાત્મક શક્તિપ્રદર્શન માટે ભાજપની કવાયત

સોર્સ: gstv

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે રણનીતિ ઘડવામાં આવી છે, જેના ભાગરૂપે 22 નવેમ્બરે રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર એકસાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રભારી તરુણ ચૂગ સહિતના દિગ્ગજ નેતાઓ વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે. આ આયોજન અંતર્ગત તમામ ધારાસભ્યોને પોતપોતાના મતવિસ્તારમાં ફરજિયાત હાજર રહેવા સૂચના અપાઈ છે, જ્યારે દરેક સાંસદને એક વિધાનસભા વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે, ખાસ કરીને રાજકીય રીતે નબળી ગણાતી બેઠકો પર સાંસદોની ઉપસ્થિતિ અનિવાર્ય કરાઈ છે. દિવાળી બાદ પક્ષના નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરોને ચૂંટણીના મૂડમાં સક્રિય થવા આદેશ આપીને કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે જનસંપર્ક વધારવાની કવાયત તેજ કરવામાં આવી છે. 182 બેઠકો પર એકસાથે આ સ્નેહમિલન યોજીને ભાજપ સંગઠનની અખંડિતતા અને એકતાનો મોટો સંદેશ આપશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત