Video: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં બુથ મેનેજમેન્ટ મજબૂત કરવા કોંગ્રેસની તૈયારી

ગુજરાત વિધાનસભા આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલા સહિતના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પીએસીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણી માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. ચૂંટણીમાં બુથ મેનેજમેન્ટ મજબૂત બનાવવા કોંગ્રેસ દ્વારા મતદાર યાદીના એક-એક પેજ દીઠ એક વોટ રક્ષક તૈયાર કરવાની રણનીતિ ઘડવામાં આવી છે. ભાજપના પેજ પ્રમુખની જેમ કોંગ્રેસ પણ પોતાના વોટ રક્ષકો મારફતે મતદારો સુધી પહોંચશે અને વોટ ચોરી અટકાવવા કામગીરી કરશે. આ ઉપરાંત જિલ્લા અને તાલુકા કક્ષાએ જનતાના પ્રશ્નોને લઈને પદયાત્રા, ટ્રેક્ટર યાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો યોજવાની પણ તૈયારી કરવામાં આવી છે.
જાહેરાત









