Video: શહેરા ટાઉન હોલ ખાતે ભવ્ય મહિલા સંમેલન યોજાયું: ભાજપ નેતા નીલ રાવે અગાઉની સરકાર પર આકરા પ્રહાર કર્યા

સોર્સ: gstv

કાર્યક્રમમાં મહિલાઓની ઉપસ્થિતિ એટલી મોટી રહી કે ટાઉન હોલ સંપૂર્ણપણે ભરચક થઈ ગયો હતો અને બેસવાની જગ્યા ઓછી પડતાં ઘણી મહિલાઓને સ્ટેજ પર તેમજ નીચે બેસાડવાની ફરજ પડી હતી. આ પ્રસંગે સંબોધન કરતા નીલ રાવે અગાઉની સરકારો પર આકરા પ્રહાર કરતા આક્ષેપ કર્યો હતો કે અગાઉ આદિવાસી સમાજના સુવર્ણ ઇતિહાસને દબાવવામાં આવ્યો અને તેમને માત્ર વોટબેંક તરીકે જ વાપરવામાં આવ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા જણાવ્યું હતું કે વર્તમાન સરકારે જનજાતિ નાયકો અને ભગવાન બિરસા મુંડાના ઇતિહાસને યોગ્ય ગૌરવ અપાવ્યું છે. આદિવાસી ગૌરવ સપ્તાહની ઉજવણી સામે વિપક્ષીઓની ટીકાઓ પર પણ તેમણે આકરા પ્રશ્નો ઉઠાવ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત