Video: પંચમહાલના શહેરામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી: ધારાસભ્ય જેઠા ભરવાડે ખોટા પ્રમાણપત્રથી ચૂંટણી લડનારાઓ સામે આપ્યું મોટું નિવેદન

સોર્સ: gstv

આદિવાસી પરંપરા મુજબ સ્વાગત કરાયું હતું. પોતાના સંબોધનમાં ધારાસભ્ય જેઠા ભરવાડે સ્પષ્ટ જણાવ્યું હતું કે આદિવાસી અનામત બેઠક પર ખોટા પ્રમાણપત્રના આધારે ફોર્મ ભરીને ચૂંટણી લડનારને ભાજપ ક્યારેય મદદ કરશે નહીં, કારણ કે આદિવાસી સમાજના હકો સાથે ચેડાં કરવા વ્યાજબી નથી. આ પ્રસંગે તેમણે શહેરામાં બિરસા મુંડા ભવન અને પ્રતિમા બનાવવાની જાહેરાત પણ કરી હતી. સાથે જ તેજસ્વી વિદ્યાર્થીઓ અને ખેલાડીઓનું સન્માન કરી લાભાર્થીઓને સહાયના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત