Video: સુરેન્દ્રનગરમાં પઢાર સમાજની ઓળખ સમાન મંજીરા નૃત્ય લુપ્ત થવાના આરે; સરકાર પાસે કરી પ્રોત્સાહનની માંગ

સુરેન્દ્રનગર જિલ્લાના રાણાગઢ, કઠેચી અને ગળથલ સહિતના ૮ ગામોમાં ૨.૩૦ લાખથી વધુ આદિવાસી-પઢાર સમાજ વસવાટ કરે છે. આ સમાજની મુખ્ય ઓળખ સમાન મંજીરા, ઝાંઝર, તબલા અને શરણાઈના તાલે રજૂ થતું પરંપરાગત મંજીરા નૃત્ય આજે નવી પેઢીમાં લુપ્ત થતી કળા બની રહી છે. હાલ સમગ્ર જિલ્લામાં માત્ર બે જ મંડળીઓ આ કળામાં નિપુણ રહી છે, જેમને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી એવોર્ડ પણ એનાયત થઈ ચૂક્યા છે. પરંતુ આ કળામાંથી પૂરતી રોજગારી ન મળવાને કારણે આજનો યુવા વર્ગ પોતાના આ વારસાગત નૃત્યથી દૂર ભાગી રહ્યો છે. આ ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી પહેલા કલાકારોએ પોતાની વેદના વ્યક્ત કરી છે અને આ અનોખી લોકકળાને બચાવવા માટે સરકાર પાસે વિશેષ પ્રોત્સાહન તેમજ સારા મહેનતાણાની માંગણી ઉઠાવી છે.
જાહેરાત






